Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

શૂરવિરની પહેલી મિલનરાત

[દુહા] પેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. (૧) મોલન-રાત્રિનો પહેલો પહોર છે. ડીવા ઝળહળે છે. સ્વામી કાંટાળ કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે.સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે. દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ, ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. (૨) રાત્રિનો બીજો પહોર બેઠો.એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો. ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે, ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. (૩) ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા.પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઇને. ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ, ધણ સાંભળે કંચવો, પિયુ સંભાળે પાગ! (૪) ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડાને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી. પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર, રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. (૫) પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે. છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. (૬) છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા; મનરૂપી કંસાર ; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે. સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય, પિયુજી લાવે અંકફળ, ધણ ઘોળે પિયુ ખાય. (૭) દિવસને સાતમે પહોરે પતિ વાડીમા જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે. આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ, ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે. (પૂર્ણ)
 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free