જોગીદાસ ખૂમાણનો પ્રસંગ
ભુતકાળ માં બહારવટિયા ના બહારવટાં માં દિકરી નિર્ભય હતી એટલી આજ સોસાયટી માં નથી .એનો એક પ્રસંગ .
પ્રાગડ ના દોર ફુટ્યા એ સમયે એક ઘોડેસવાર સિમાડા માં ફરે છે . એ વખતે એક દિકરી રાતવાં ઢોર ચારવા આવેલી . વગડા માં સતર અઢાર વરસ ની દિકરી ને એકલી જોઈ એ ઘોડેસવાર એના પાસે ગયો . પાસે જઈ પૂંછ્યું કેઃ ''બેટા , એકલી છો ?''
કે' ''હા,બાપુ ! માવતર તો નાનપણ માં મરી ગ્યાં છે . એકલી છું .''
કે' ''બેટા , એમ નથી કે'તો , પણ વગડા માં દુર દુર સુધી કોઈ દેખાતું નથી . તો તને તારી આબરૂ જોખમાવા ની બીક નથી લાગતી ?''
ત્યારે એ દિકરીએ કહ્યું કેઃ ''બાપુ , જોગીદાસ ખુમાંણ નું બહારવટું હાલતું હોય , તો કોની માની તાકાત છે કે બેનું દિકરીયું સામીં કુડી નજર કરે ?"
એ ઘોડેસવાર ત્યાંથી ચાલતો તો થઈ ગયો ,પણ એ ઘોડેસવાર બીજું કોઈ નહી પણ બહારવટિયો જોગીદાસ ખુમાણ પોતે હતો. એણે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી કેઃ''હે ભગવાન , મારૂં બહારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી . મારો ગરાસ મને પાછો મળે કે ના મળે એનીય મને ચિંતા નથી . ઈતો જીવીશ ત્યાં લગી ઝુઝીશ .પણ પ્રભુ , મારી આબરૂ જીવું ત્યાં લગી આવી ને આવી રાખજે ."
ઓઢીને કાળી કામળી ગૌધણ કન્યા ચારતી ,
બરકી હતી એને બા'રવટિયે લેશ પણ થડકી ન'તી ,
હું બીઉં તો બાપુ દુધ લાજે જોગીદાસ ની જણનારી નાં ,
એવી વટ વચન ને શૌર્ય વાળી કોમ છે સૌરાષ્ટ્ર માં .
કહેવાનો મારો અર્થ કે દિકરી બહારવટાં ના સમયે જેટલી નિર્ભય રીતે ફરી શકતી એટલી આજે સોસાયટીમા નથી ફરી શકતી .
આજના સમાજની આ કરૂણતા છે