Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

કાઠિયાવાડનુ પાણી

ભાંભરું તોયે ભીંજવે ભાવે, વણ બોલાવ્યું દોડતું આવે 

હોય ભલે ના આંખની ઓળખ, તાણ કરીને જાય એ તાણી,

વાહ રે ‘ઘાયલ’ કાઠીયાવાડ નું પાણી ,


 

જાય હિલોળા હરખે લેતું, હેતની તાળી હેતથી દેતું.

હેત હરખની અસલી વાતું, અસલી વાતું જાય જ નાણી,

વાહ રે ‘ઘાયલ’ કાઠીયાવાડ નું પાણી !

આગવી બોલી બોલતું જાયે, પંખી જેમ કલ્લોલતું જાયે,

 

ગુંજતું જાયે ફૂલનું ગાણું, વેરતું જાયે રંગની વાણી,

વાહ રે ‘ઘાયલ’ કાઠીયાવાડ નું પાણી ,

સ્નેહનું પાણી શૂરનું પાણી, પોતાના પ્રચંડ પૂરનું પાણી,

હસતું રમતું રણમાં દીઠું, સત અને સિન્દૂરનું પાણી,

વાહ રે ‘ઘાયલ’ કાઠીયાવાડ નું પાણી !

 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free