આપા દાના નો પ્રસંગ
પાંચ સંતો હતા ઈ ધીરે ધીરે હાલ્યા જાય હાલતા હાલતા મધરાતનો ગજર ભાંગવાનો સમય થ્યો, અમાં ઘોડા ડાબ માંડ્યા રોકવા જાતવાન ઘોડા હટે નહિ, જાતવાન ઘોડા પાછા હટે નૈ,પણ આજ ઘોડા હટવા માંડ્યા એક સંતે બીજાને કહ્યું કે તમે તપાસ કરો કે પછી ઘોડા નું પલાણ છાંડી અને આજુબાજુ માં જોયું ,તો કોઈ નો કણસવાનો અવાજ આયો કણસવાનો અવાજ આવ્યો ત્યારે સંતે ધીરે ધીરે ડગલા માંડ્યા એમાં એક દીકરી ને જોઈ ,પંદર વર્ષ ની દીકરી છે ગાંડી થઇ એમ માથું ખંજવાળે છે, સંત ના મોઢા માં થી શબ્દ બેટા આ વગડા માં રાતનો ગજર ભાંગી ગયો છે ને તું એકલી કેમ બેઠી છો ,અને તે દિવસે દીકરી ના મોઢા માં થી શબ્દ નીકળ્યાતા બાપુ મારી નજીક નો અવસો મારા માથામાં ગુમડા થ્યા જીવડા પડ્યા છે બાપુ તમને ચેપ લાગશે તમે નજીક ના આવશો, અરે પણ બેટા ગુમડા થ્યા જીવડા પડ્યા પણ મેં તો તને એ પૂછ્યું કે તું આ વગડા માં એકલી શું કામ બેઠી છો ,તેડી દીકરી બોલીતી બાપુ મારા માથા માં ગુમડા થ્યા જીવડા પડ્યા પછી સમાજ ના માણસો તે દુર્ગંધ ને સહન નો કરી શક્યા અને અખા ગામને ચેપ નો લાગે અને મારા બાપ ને કીધું કે તારી દીકરી ને વગડા માં મુક્યાય નહીતર ગામ મુકીને બીજે રેહવા વિયો જા ,મારા બાપ ને ગામ નો છોડવું પડે એટલે હે બાપુ,મને મારા બાપુ વગળા માં મૂકી ગયા, તેડી ઈ સંત ના મોઢામાં થી શબ્દ નીકળ્યા તા કે અહા કેવો સમાજ છે ,,બેટા ગુમડા મટાડવાનો કોઈ ઈલાજ ખરો,કે હા બાપુ કલિયુ કુતરું આવીને માથું ચાટે ને તો મારા ગુમડા મટી જાય ,તો પછી કાલીયા કુતરા ને માથું ચટયાદ્યુ નહિ બાપુ ગળ ના પાણી નાખ્યા પણ બાપુ દુર્ગંધ એટલી આવે છે કે કુતરું નજીકજ નથી આવતું ,અને સંત ના હય્યા માં વલોણું ફરવા માંડ્યું અને હાથની માળા હેઠે મૂકી દીધો, આભ ની સામે લાંબા હાથ કરી કીધું હે કાલીયા ઠાકર બાપ આજ દી સુધી તારી ભક્તિ કરી હોય આખી જીન્દીગી તારું નામ મારા હોઠ પર રમ્યું હોય તો હે કાલીયા ઠાકર મને તારું કલિયુ કુતરું બનાવી દે આ દીકરી નું માથું ચાટી આ દીકરી ના ગુમડા મટાડું ,પછી દીકરી નું માથું હાથ માં લઇ અને તે સંતે એક વાર ,બે વાર અને ત્રણ વાર જીઈભ માથામાં ફેરવી અને દીકરી ને બત્રી કોઠે દીવા કર્યા,અને વેદ મુક્ત દીકરી થઇ ગઈ ,અને પછી દીકરી બોલી કે બાપુ તમે પરમેશ્વર થઇ ને આવ્યા મારી જીન્દીગી બચાવી લીધી,અને તેડી સૌરાષ્ટ્ર ના સંત બોલે છે કે બેટા જીન્દીગી બચાવવા વાળો તો મારો કાળીયો ઠાકર છે હું તો ખાલી તેનું કુતરું બન્યો મેં તો બીજું કઈ નથી કર્યું એનું નામ તો સંત કેવાય અને જે દીકરી ના માથા માં જીભ ફેરવી તી અને દુર્ગંધ વાળું માથું જેથી કુતરું નજીક આવતું નોતું ,તેવા દુર્ગંધ વાળા માથા ને ચાટનાર બીજું કોઈ નૈ ચલાલા ના ગાદી પતિ આપા દાના પોતે હતા ,માનસ ની વેદના ને સમજી શકે તેજ સાચા સંત છે......*******જય દાન મહારાજ********