Welcome to Great kathiyawad
દુહા ચંદ
→નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહ
ન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ
→નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત
→નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય,
જુઓ, ત્રાજવું તોલતાં નમતું ભારી હોય.
→નિચોવી અંગ એ નિજનું જીવનરસ અર્પતી આવી,
સહનશીલતા ધરાની એ, જીવનમાં નિત શીખું છું.
→નિજ ઘરનું, પરનું વરે, ત્યાં તેવો મન-રંગ,
દરજી પહોળું વેતરે, મોચી વેતરે તંગ.
→નિત્ય જવું નિશાળમાં, ભણવું રાખી ચિત્ત
ગુરુની શિક્ષા માનવી, એવી રૂડી રાખો રીત.
→નિર્લજ્જ નર લાજે નહિ, કરો કોટિ ધિક્કાર,
નાક કપાયું તો કહે : ‘અંગે ઓછો ભાર !’
→નિશા-નિરાશા ટળશે કાળી, ઉષા ઊજળી ઝગશે,
આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે ?
→નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય
શત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય
→સેણ સગાયું કીજીએ, જેવી કુળની રીત,
સરખેસરખાં ગોતીએ, વેર, વેવાઈ ને પ્રીત
→મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય
→માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર
છતઅછત સમજે નહિ કહે લાવ લાવ ને લાવ
→મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ
એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે
→મર્યાદા મૂકે નહિ, સજ્જન લડતાં કોઈ,
જ્યમ કુલવંતી નારીનું હસવું હોઠે હોય
→પરને કાજે પંડને ખુવે, રામને ખોળે જે શિર દઈ સૂએ,
એમની પાછળ એમને મૂએ, આભ ચૂએ ને ધરતી રૂએ
→બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ
આપદ્કાળે જાણીએ તલમાં કેટલું તેલ
♣♧♣♧♣♧♣♧♣♧
Powered by Gautam Kotila
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free