Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

કોટીલાની વિરગાથા

  • ==> એક સમયે જ્યા કોટીલાઓની હાક ડાક વાગતી તેવા કુંડલામા સુમેસર કોટીલાએ પાંચસો વર્ષ પૂર્વે પોતાની 'પાણી! પાણી!' પુકારતી રૈયતને કારણે મધરાતે દેવી ખોડિયારના ઘોર મંદિરમા પેટે કટારી ખાવાની તૈયારી કરી. ત્યારે દેવીનો ચૂડલિવાળો હાથ બહાર નીકળ્યો, સુમેસરની કટાર ઝાલી રાખી અને એ પરમાર્થ ભક્તના ઘોડાના ડાબલા પડ્યા તેટલા વા'માં એક રમ્ય, અતિ રમ્ય અપ્સરા જેવી નાની શી નદી રેલાવી. એ નાવલી નદીને કાંઠે, કુંડલા ગામના ટીંબા પર, સુમેસરથી ૭મી પેઢીએ સમર્થ દેવો કોટીલો પાક્યો.
  •  
  • ॥ દીકરિયું દૈવાણ, માગેવા મોળિયુ, । (તેને)તરવાર્યું તરકાણ તેં દીનૈયું, દેવલા !
  •  
  • [હે દેવા ! તારી દીકરીઓની માંગણી કરનાર તરકોને તે શું દીધું ? તરવારો દીધી !]
  •  
  • ==> ખૂબી તો એ છે કે દીકરીઓ એની પોતાની પણ નહોતી, પારકીઓને પોતાની કરી પાળી હતી. કથા આમ કહેવાય છે : પાલિતાણાના હમીર ગોહિલની બે દીકરીઓ, બન્ને પદમણી : કોઈ દુષ્ટ ચારણે જઈ એ દીકરીઓના રૂપ વિશે જૂનાગઢના નવાબના કાન ભંભેર્યા (કહેવાય છે કે ચારણે પાલિતાણે જઈ હજમ થઈને રહ્યો. કુંવરીઓના નખ ઉતારીને ચાલ્યો ગયો. નવાબની સમક્ષ એ નખ સૂર્યના તાપમાં મૂક્યા, તુરંત જ નખ ઓગળી ગયા, નવાબ માન્યો કે પદમણી સાચી)
  •  
  • ==> નવાબે ગોહિલરાજ પર દબાણ કર્યુ કે, દીકરીઓ પાદશાહ જોડે પરણાવો... પછીતો ગોહિલપતિની પુત્રીઓની વેલડી રાજેરાજમા ફરવા લાગી : કોઈ રાખો, કોઈ રાખો ! પણ પાદશાહી શિકારને કોણ સંઘરે ? વેલ કુંડલે આવી : ચોરે બોંતેર શાખના બાબરિયા હકડેઠઠ બેઠા છે : પૂછ્યુ કે, કોનુ વેલડું ? જવાબ મળ્યો કે, મોતનુ વેલડું ! દહીવાણ દેવો કોટીલો ગાજ્યો : 'અમે એ વેલડું છોડાવશું, બેય કુંવરી અમારી પેટની દીકરીયું થઈ રહેશે. ભલે આવે નવાબની ફોજું : મરી મટશું !'
  •  
  • ==> નવાબના નિશાન ફરુક્યા : પણ કુંડલામાં કોઈ વંકો ડુંગર ન મળે ! દેવો કહે, ઓથ ક્યા લેશું ? રાતે આઈ ચામુંડાદેવી સ્વપ્ને આવી કે, 'બીજે ક્યાંય નહી, આંહી 'ભરોસે' ડુંગરે જ રહેજો; બાપ! આકડા એટલા અસવાર થાશે ને ગેબના નગાર ગગડશે !'
  •  
  • ==> યુદ્ધ ચાલ્યુ. બોંતેરમાંથી સાત શાખાઓ તો સમૂળી જ ખપી ગઈ. બીજી શાખાઓના થોડા થોડા છોકરા રહ્યા : કોઈ તરવાર ઝાલનારા ન રહ્યા. પણ આશરે આવેલી દીકરીઓ બચાવી. એવા દેવા દહીવાણાની વીરગાથા રચાણી કે --
  •  
  • ॥માંડી મેઘાણા, તે ભરોસે ભવાઈ; ખેળા ખાન તણા નત રાવત નાસાડવા ॥
  • [ભરોસા નામના ડુંગર પર તે યુદ્ધરૂપી નાટક આદર્યું, ને તેમા નવાબના ખેળા(નટો)ને તેં નસાડ્યા. ] ॥
ડખડખિયું ડાર, ડાઢાળો ડખિયો નહિ ; ઘરકે ઘુંઘણિયાળ, દળ બે આડો દેવડો. ॥

[ જેમ વરાહ(જંગલી ભૂંડ) હંમેશા પોતાના સામર્થ્યના મદમાં જળાશય ઉપર બે સિંહોની વચ્ચે જ ઉભો રહીને પાણી પીએ છે, તેમ તું પણ, હે તલવારરૂપી દાતરડીવાળા વરાહ, બે લશ્કરોની વચ્ચે ઉભો રહી લડ્યો. તારૂ કુટુંબ વીંખાઈ ગયું, પણ તું ન ખસ્યો.)

==> ગુજરાતની ધરતી તો આવા વીર રત્નોની ખાણ છે, શત્ શત્ પ્રણામ આવા વીરો અને તેની જનેતાઓને.....

 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free