પિઠો કહોર
અમરેલી જિલ્લા નું ગોકુળિયુ જેવુ સનાળી ગામ . મૂળ જેતપુર દરબાર રાણીંગ વાળા નુ
સનાળી ગામ ને ગોંડલ રાજ ના રાણસીકી દેરડી અને વાવડી એમ ત્રણ ગામ ની સરહદો નો ઘેરો અજગરની માફક ભરડો લઇને પડેલો
સનાળી અને ભાકુંભાની દેરડી વચ્ચે સીમાડાની તકરારો ચાલ્યા જ કરે .લોહી રેડાય પણ કાળ ભાકુંભાનો તપે. પોણાબસો પાઘરના એ ઘણી ની હાકડાક વાગે
એક વખતે ગોંડલ ના પાંતિસેક આરબ સનાળી ની સીમમાં ઊતરી પડ્યા .બેથડીયે ડીલે હાથી ની સુંઢ જેવી ભુજાયું ઝરખિયાના ઝાંપા જેવી દાઢી ને રંગબેરંગી લુંઘિયુ કેડે જમૈયા લટકતા આવે અને હાથમાં જામગરીવાળી વાંકા કુંદાની બંદુકમાં સાવઝની આંખ જેવી જામગરિયુ�� લબકતી આવે
ગામ ના ઓતરદા બાજુ ના ટોપલિયાની ધારના પેટાળમાં એક ખેતરે આવી ને સાંતી છોડાવ્યું પટેલે ગામમાં આવી ને જાણ કરી .
એ વખતે રાઠોડ ધાધલ જોગીદાસ ખુમાણ સાથે ભાવનગર કોર ફેરો કરવા ગયેલા .પટેલે ચોરે આવી ને ઘા નાખી . બે ત્રણ જીવાઇદાર પસાયતા ઉકોજ�ખડિયો, જુવાન જમીનદાર પીઠો કહોર અને કોળી બીજલ ડાભી આવા પાંચ દસ જુવાનો હાથમાં ભાલા બ�રછી ને તરવારુ લઇને પગપાળા ઘોડયા
આરબની બેરખ ધીં�ગાણુ કરવા માટે ટોપલીયાન�ી ધારે ખોપમાં ગોઠવાઈ ગઇ હતી .એનો ચાડીકો ઘ્યાન રાખ્યા કરતો હતો
સનાળીથી જુવાનડાઓનું જુથ સામતપીરની ઘારે પહોંચ્યુ સામસામા બન્ને બાજુ મોરચા મંડાણા પડકારા ને ચહકા થવા લાગ્યા આરબો તો નિશાન ના સાધેલા બંદુકથી ધાયા નિશાન સર કરે
કાઠી પીઠો કહોર તથા તેના સાથીદારો ઓથ લઇને દેહને ઢાલુંથી ઢાકીને બેસી ગયા .આરબોની ઘાણીફુટ ગોળીયું માંડી વરસવા બદુક સામે જવાબ આપે એવા હથિયાર કાઠી ડાયરા પાસે નથી .
ફાટ ફાટ જુવાની પડછંદ દેહ ભીનેલો વાન મુછનો દોરો બંધાતો આવે છેઃ ને મરદાનગી આંટો લઈ ગઈ છે અેવો અઢાર ઓગણીસ વરસનો લવતરડયો જુવાન પીઠો કહોર ગોળીયું નો વરસાદ જોઈ રહ્યો છે
પીઠા કહોરે આગના ઝરતા તણખા ને મોતની ગોળીયો નો વરસતા વરસાદ બદુકનુ રમખાણ કદી જોયાં નહોતાં દુઘમલિયો ગોળીયું ના વરસાદને નિહાળી રહ્યો �છે ઢાલનો ટેકો દઈને આખનુ મટકુ� માયા વિના જોયાં કરે છેઃ
એમાં સણેણાટ ક�રતી બંદુકની સીસાની ગોળી તડીંગ કરતી પીઠા કહોર ની ઢ�ાલ માથે ના પિતળના �કુબા સાથે �અથડાઈને નીચે પડી
કરડુ થઈ ગયેલ ગોળીને હાથમાં લઇને પીઠો કહોર મરક મરક મુછમાં હસી રહ્યો છે પછી દાંત કાઢી ને પોતાના સાથીદારો ને કહે કે ,ઍલ�ા જુવાનો !આમ�ા બિયોછો શું ? આ બકરા ની લીંડી જ�વડી ગોળી કાંઇ માણસને નઈ મારી નાખે હવે આમ લપાઈને કયાં સુધી જોયા કરવુ હાલો પોગિયે ને ઇ આરબો ના પાણી માપી લઇયે
આટલું બોલ્યા ભેગો કોઇ ની રાહ જોયા વગર તરવાર ખેંચી ને આરબો સામે હડી કાઢી સામેથી પાતીસ આરબો ની બંદુકની ધાણી ફુટી પીઠા કહોર ના કદાવર અંગમા કેટલીક સમાઈ ગઈ ને કેટલીક આરપાર નિકળી ગઈ
નવરાતના ગરબા જેવા થઈ રિયો પણ મચક ન દીધી હજી બીજી ગોળીયું બંદુકમા ભરે ઇ પહેલાં તો હડી કાઢી ને માંડ્યો ઝાટકે દેવા
ભેટભેટા થઈ ગયા પછી આરબો ને બંદુકુ ભરવાની વેળા ન રેવા દિઘી વીંધાઈ ગયેલા દેહ�ે માંડ્યો સાથે વાળવા જયાં તરવાર વીંઝે ત્યાં એક ઘાએ આરબના બે કટકા
આરબો માથે તરવાર વીંઝાઈ રહી છે લોહીના ફુવારા ઊડે છ�ે આરબો તરવાર ના ઘા આડે બંદુકુ ધરી ધરીન��ે જમૈયા ઠઠાડવાના વેત લઇ રિયા છે ઘવાતા આરબો વચ્ચે વીરભદ જેવો શોભી રહ્યો છે પીઠો કહોર છેવટ આરબો ભાગ્યા
સામતપીરની ધારે છુપાઈ રહેલા સનાળીના જુવાનડાઓએ પીછો પકડાયો તે દેરડીના પાધર સુધી તગડી આવ્યાં
પીઠા કહોર નો ગોળીયું થી વીંધાયેલા દેહ પડ્યો એની રણખાંભી સનાળીની જ�ે વીડી અત્યારે ખેડાઈ ગઈ છ�ે ત્યાં દેરીએ છ�ે બીજી ખાભી સનાળીના