Welcome to Great kathiyawad
કળાવંત કુળવંત કાઠિયાણી
ઉછરી પિતા ઘર આંગણે શીખતી,
રાતદિન આપે સંસ્કાર રીતી,
અધિક ભલ ઓપતી મર્યાદા આંખમાં,
ભલા કુળ લાજની દીલ્ભીતી,
શુદ્ધ ચરિત્રને સયમને સેવતી શુભ ગુણ વહેલી આપે વાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
ભરતનવે ભરતી હસ્યમદ ઝરંતી,
બમણ નાજુક જો હીર બખિયા,
શોભત ઓરડા ચંદરવે ચાકળે,
ટેરવે ગુંથેલા ભીત તકિયા ,
ભાવથી ભરેલા મોતીડા ભરતમા,
પેખજ્યો ઓળખેલ કંઈક પ્રાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
નિજ કર રાંધતી રસોડે નેહથી,
ગાજતી ઘુમાવે છાશ ગોળી ,
ભલી જો પડતી ભાત જો રોટલે,
જુગ્તથી જમાડે ઘી થી જાબોળી,
બીરધીર બંકડા બાય ની બેટડી,
ઓળખો કહું છું એ એંધાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
શોર્યને મધુરતા રૂપ સોયાણમાં,
ભવ્યતા અંત બાસે ભરેલી ,
માનવી સર્વની પાળતી મર્યાદા, માન મરજાદમાં જો મઢેલી,
માત શુરવીરની થવાના મોહ મન માં,
મહા વિવેક વીંટાયેલ મુખવાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
શ્વસુર ઘર આવતા ચતુર સુ સલૂણી,ભા
વથી બધાને ખુબ ભાવે,
દેવ સમ દ્રષ્ટિમાં પતિને દેખતી,
કંઈ નાથને મજરમાં દોષ નાંવે, હાલતા,ચાલતા હમ ભીડી કહું,જુગ્તીથી પતિને લીયે જાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
બંધાતા પારણું બિરદ બિરદાવતી,
પુત્રને ગળહુંદી એજ પાતી,
પટાણા શીખજે યુદ્ધ પડકારને,
જંગમાં ખેલજે ધરા જાતી,
પર ઉપકાર કરે હરે દખ પારકા
તેગ રણ રાખજે હેયે તાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
રામ લખમણ તણી વાતને રખાવે,
રુદામાં,પાઠ પરતાપને પઢાવે,
સમજણો થઇ ને શુર શમશેર લઇ,
અડગ થઇ ઉભેલો રહેજે યુદ્ધ આવે,
શુર સંતાનને શૂરવીરતા શીખવે,
તાણતાં તેગ તેમ દોરી તાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
પતિને પુત્રને રણે વળાવતા,
ગજબ શુર ભરેલા ગીત ગાતી,
પતિના મરણ ની ભનક કાને પડી
,નેહથી અગનમાં આપ નાતી,
મેકરણ મલકતી જ્વાળમાં જલતી,જગતમાં ચંડિકા લીયે જાણી , આંગણું ઉજાળણ અજબ ઓજસભરી કળાવંત કુળવંત કાઠીયાણી
સ્વ. કવિરાજ ગઢવી મેકરણભા લીલા
Powered by Gautam Kotila
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free